અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં H1B વીઝા કાનૂનમાં ફેરફાર કરવાને લઈને બિલ રજૂ કરાયું છે. તેમાં અમેરિકામાં ભણેલા વિદેશી ટેક પ્રોફેશનલ્સને પ્રાથમિકતા આપવાની વાત કરાઈ છે. બિલનો હેતુ અમેરિકાના કર્મચારીઓની સુરક્ષા અને સારા પગારને સુનિશ્ચિત કરવાનો છે. H1B વીઝા દ્વારા અમેરિકાની કંપનીઓમાં કામ કરનાર ભારતીય ટેક્નોલોજી એક્સપર્ટ વધારે હોય છે. જો બિલ, કાયદાનું રૂપ લઈ લેશે તો આવું પહેલીવાર બનશે કે અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ એચ-1બી વિઝા પ્રાથમિકતાના આધારે આપશે. પ્રસ્તાવ મુજબ અમેરિકામાં એજ્યુકેટેડ યોગ્ય વિદ્યાર્થીને H1B વીઝા માટે પસંદ કરવાનો રહેશે. સાથે એ વિદ્યાર્થીઓને પણ તક મળશે જેમની પાસે એડવાન્સ ડિગ્રી અને જે વધારે પગાર લઈ રહ્યા છે.