54 feet tall Hanuman idol unveiled in Salangpur
સારંગપુર મંદિર ખાતે ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. (ANI Photo)
  • લોહાણા કોમ્યુનીટી નોર્થ લંડન – LCNL દ્વારા ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે હનુમાન જન્મોત્સવ 2023ની ઉજવણીનું આયોજન શનિવાર તા. 8મી એપ્રિલ 2023ના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પ્રસંગે સ્નેહા મકનજીની મદદથી 108 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે અને અંતે પ્રસાદીનો લાભ મળશે. પ્રાયોજકો, લોહાણા શુભેચ્છક અને હંસાબેન વ્રજલાલ પાઉ અને પરિવાર છે. સંપર્ક: મઘુબેન પોપટ 07500 701 318 અને પરાગભાઇ ઠાકર 07951 229 513.
  • ગુજરાત હિન્દુ સોસાયટી અને કોમ્યુનિટી સેન્ટર સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન શનિવાર તા. 8 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. સલારે 9:30 આરતી, સવારે 10 કલાકે હનુમાનજી પૂજન અને તે પછી 108 હનુમાન ચાલીસા શરૂ થશે. સાંજે 5 કલાકે હનુમાનજીની આરતી અને સાંજે 7 કલાકે સાંજની આરતી થશે. સંસ્થા દ્વારા તા. 30 માર્ચના રોજ રામ નવમી મહોત્સવનું આયોજન કરાયું હતું. તથા તા. 22થી 30 દરમિયાન રામચરિત માનસ નવાન્હ પારાયણનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

twenty − twenty =