(BCCI/IPL/ANI Photo)

IPLએ સોમવારે ​​એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યા બે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચેના ટ્રેડને પગલે તેની પ્રથમ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સમાં પરત જશે. ઓલરાઉન્ડરે ગુજરાત ટાઇટન્સ સાથે બે મહત્વપૂર્ણ વર્ષ વિતાવ્યા હતા.

2022માં ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં સમાવેશ થયો હતો. પ્રથમ સીઝનમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ચેમ્પિયન બની હતી. ગુજરાત ટાઇટનના એક્સ (ટ્વીટર) હેન્ડલમાં પણ ભારતીય ઓપનર શુભમન ગિલને ટીમનો કેપ્ટન જાહેર કર્યો હતો.

એક અલગ વેપારમાં, MI ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખરીદ્યો છે. ગ્રીન 16 મેચોમાં જોવા મળ્યો હતો. તેને ગયા ડિસેમ્બરમાં આશરે રૂ. 17.50 કરોડ ખરીદવામાં આવ્યો હતો. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ આઈપીએલમાં શાનદાર શરૂઆત કરી હતી, તેણે અણનમ સદી અને બે અડધી સદી ફટકારી હતી તથા છ વિકેટ પણ લીધી હતી. બંને સોદા હાલની ખેલાડીઓની ફી મુજબ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

seven + fifteen =