પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન સમાજસેવક હરીશ કોટેચાનું ‘લાઇફટાઇમ એચિવમેન્ટ’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. અનાથ બાળકો અને યુવાનોની જરૂરીયાતો પૂર્ણ કરવામાં મહત્ત્વનું યોગદાન આપનારા હરિશ કોટેચાને પ્રતિષ્ઠિત ‘સેન્ડ્રા નીસ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં જણાવ્યા મુજબ નેશનલ એસોસિએશન ફોર ધ એજ્યુકેશન ઓફ હોમલેસ ચિલ્ડ્રન એન્ડ યુથ (NAEHCY) દ્વારા હિન્દુ ચેરિટીઝ ફોર અમેરિકાના સંસ્થાપક અને અધ્યક્ષ કોટેચાને 9 ઓક્ટોબરે સંસ્થાના 32મા વાર્ષિક સંમેનલનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. NAEHCYનું સંચાલક મંડળ, આપના વ્યક્તિગત આંદોલનને અનુકરણીય કાર્યક્રમમાં પરિવર્તીત કરવાની આપની ક્ષમતાથી પ્રભાવિત થયું છે. આ કાર્યક્રમ ચાર મોટા શહેરોમાં શરૂ કરવામાં આવ્યો છે. કોટેચાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડને કારણે HC4Aની અસર, તમામ સ્વયંસેવકો, દાતાઓ, સ્પોન્સર્સ અને HC4Aના શુભેચ્છકોને એક નવી ઓળખ મળી છે. HC4A કાર્યક્રમમાં બેઘર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની શરૂઆતમાં સ્કૂલ શિક્ષણ સંબંધિત જરૂરી સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત તે ઓછી આવકવાળા પરિવારોના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલિમ માટે સ્કોલરશિપ આપે છે.