લંડનમાં ભારતના હાઈ કમિશન ખાતે 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું. ભારતીય ડાયસ્પોરાના સભ્યો દ્વારા કાર્યક્રમના ભાગ રૂપે દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કાર્યકારી હાઈ કમિશનર સુજીત ધોષે આઝાદી કા અમૃત મહોત્સવ ક્વિઝના વિજેતાઓને પણ સન્માનિત કર્યા હતા. કાર્યકારી હાઈ કમિશનર શ્રી સુજીત ઘોષે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ભારતીય ડાયસ્પોરાના લોકો અને હાઇ કમિશનના અધિકારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ભારતના 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે લંડન સ્થિત ઈન્ડિયા હાઉસ ભારતીય રાષ્ટ્રધ્વજના રંગોમાં ઝળહળી ઉઠ્યું હતું. 76મી વર્ષગાંઠની ઉજવણીના વીડિયો પણ રજૂ કરાયા હતા.