file picture

અમદાવાદમાં જન્માષ્ટમીએ જ અચાનક વરસાદ આવતા સામાન્ય જનજીવનને અસર પહોંચી હતી. શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તામાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘણાં વિસ્તારોમાં માત્ર બે કલાકમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. પશ્ચમિ અમદાવાદના મીઠાખળી, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે. આ ઉપરાંત શહેરના વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી રોડ, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, બોડકદેવ, ઇસ્કોન ચાર રસ્તા, બોપલ, ઘુમા અને સોલા જેવા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું. હવામાન વિભાગે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી હતી. ગુજરાતમાં અત્યારે ત્રણ વરસાદી સીસ્ટમ સક્રિય હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

LEAVE A REPLY