અમેરિકામાં ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના 2024ના વાર્ષિક હેટ ક્રાઇમના આંકડાકીય રીપોર્ટમાં જણાવ્યા મુજબ, દેશમાં શીખ સમુદાય હેટ ક્રાઇમ્સ અને પક્ષપાતી ઘટનાઓમાં ત્રીજા ક્રમનું સૌથી વધુ લક્ષ્યાંકિત ધાર્મિક ગ્રુપ છે. આ રીપોર્ટમાં 153 શીખ વિરોધી પીડિતો નોંધાયા છે, જે 2023થી થોડો ઘટાડો દર્શાવે છે, જેમની સંખ્યા એકંદરે નોંધાયેલા હેટ ક્રાઇમ્સમાં વ્યાપક ઘટાડો દર્શાવે છે. આવા આંકડા હોવા છતાં, રીપોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ડેટા મૂળભૂત રીતે સંપૂર્ણ નથી. દેશભરની પોલીસ એજન્સીઓમાં આવા હજ્જારો તિરસ્કારના ગુનાઓ હજુ પણ સંપૂર્ણ નોંધાતા નથી. આ માટે જે કારણો જવાબદાર છે તેમાં, પીડિતોની અનિચ્છા, યોગ્ય રીતે તપાસ કરવામાં નિષ્ફળતા અને પક્ષપાતથી પ્રેરિત ઘટનાઓનો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, શીખ કોલીશનના સીનિયર ફેડરલ પોલિસી મેનેજર મનનિર્મલ કૌરે સમુદાય જે સમસ્યાનો સામનો કરી રહેલ છે તેના અપ્રમાણસર જોખમને ઉજાગર કર્યું હતું. આ બાબતે સૌથી વધુ લક્ષ્યાંક યહૂદી અને મુસ્લિમ સમુદાયોને બનાવવામાં આવે છે.

LEAVE A REPLY