મંગળવાર, 26 ઓગસ્ટ, 2025 ના રોજ જમ્મુના ભગવતી નગર ખાતે, અવિરત વરસાદને કારણે ચોથા તાવી પુલના એક ભાગને નુકસાન થતાં વાહનો ફસાયા હતા. (PTI Photo)

ભારે વરસાદને કારણે ભૂસ્ખલ થતાં જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી મંદિર માર્ગમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત હતાં અને અનેક ઘાયલ થયા હતાં. ડોડા જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે ચાર લોકોના મોત થયા હતાં. વૈષ્ણો દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલન થયું હતું અને તેનાથી યાત્રા સ્થગિત કરાઈ હતી.

મંદિર બોર્ડે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અધકવારી ખાતે ઈન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં કેટલાક ઘાયલ થવાની આશંકા છે. જરૂરી માનવબળ અને મશીનરી સાથે બચાવ કામગીરી ચાલી રહી છે.
ભૂસ્ખલનને કારણે અનેક મિલકતોને પણ નુકસાન થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘર તૂટી પડતાં બે લોકોના મોત થયા હતાં, અને બે અન્ય લોકોના મોત અચાનક પૂરમાં થયા હતાં. વાદળ ફાટવાની પણ ઘટના બની હતાં. જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સતર્ક રહેવાની સલાહ આપી હતી.

ભારે વરસાદ, ભૂસ્ખલનથી રસ્તાનો એક ભાગ ધોવાઈ ગયો હોવાથી ડોડા અને કિશ્તવાડને જોડતા નેશનલ હાઇવે -244 પર બંધ કરાયો હતો. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જમ્મુ પ્રાંતના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. મુખ્ય નદીઓ તાવી અને રાવી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કઠુઆમાં, રાવિ નદી ઘણી જગ્યાએ છલકાઈ ગઈ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

 

LEAVE A REPLY