એકતરફી પ્રમમાં પાગલ થઇ ગયેલા નાતાલ રોડ, ઇલફર્ડના 27 વર્ષના મુહમ્મદ અર્સલાને હિના બશીર નામની યુવતીની હત્યા કરી દેતા ઓલ્ડ બેઇલી કોર્ટ તેને 21 વર્ષીય હિના બશીરની હત્યા અને ન્યાયના માર્ગને વિકૃત કરવા માટે દોષીત ઠેરવવામાં આવ્યો હતો.

આર્સલાન હિના સાથે ગજબનું આકર્ષણ ધરાવતો હતો અને તેણે લોકોને કહ્યું હતું કે તેઓ સગાઈ કરી રહ્યા છે અને તેમને બાળકો પણ હશે. અર્સલાન એ હકીકત સાથે જીવી શકતો ન હતો કે હિના તેની સાથે રહેવા માંગતી ન હતી. આ અસ્વીકાર જ હિનાને તેના મૃત્યુ તરફ દોરી ગયો હતો.

હિના અને અર્સલાન પાકિસ્તાનમાં મોટા થયા હતા અને નજીકમાં રહેતા હતા. નવેમ્બર 2021માં હિના અભ્યાસ માટે લંડન આવ્યા બાદ આર્સલાન ફેબ્રુઆરી 2022માં યુકે આવ્યો હતો. તેણે વારંવાર હિનાનો સંપર્ક કરી પોતાના એકતરફી પ્રેમની ઘોષણા કરી તેણીને મંગેતર કહી હતી. પણ હિનાએ સ્પષ્ટ કર્યું હતું કે તેણી તેની સાથે રહેવા માંગતી નથી.

11 જુલાઇ 2022ના રોજ, હિના અર્સલાનના ઘરે કેટલીક સામાન લેવા ગયા બાદ ગુમ થઇ હતી. તે પછી હિનાના ફોન કોલ્સ અને મેસેજનો જવાબ ન મળતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આર્સલાનની ધરપકડ કરી તપાસ કરતા CCTVમાં તે ભારે સૂટકેસને ખેંચી જતો જણાયો હતો. તપાસ કરતા નજીકના ફોક્સ લેન પર અંડરગ્રોથમાં છુપાયેલ સુટકેસમાંથી હિનાની લાશ મળી આવી હતી.

હિનાની હત્યા માટે આર્સલાન જવાબદાર હોવાનું સાબિત કરતા વ્યાપક પુરાવાને આધારે તેને દોષિત ઠેરવાયો હતો અને હવે અર્સલાનને ઓલ્ડ બેઈલી ખાતે સજા સંભળાવવામાં આવશે.

LEAVE A REPLY

nineteen + five =