રાજસ્થાનની લાગણી અને તેના સાંસ્કૃતિક વારસાને યુકેમાં દરેક ઘર સુધી પહોંચાડવા માટે રાજસ્થાન એસોસિએશન યુકે દ્વારા લંડનના વેમ્બલી સ્થિત 27 પાટીદાર સેન્ટર ખાતે 25 જૂનના રોજ લંડન ઝીમન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆત રજીસ્ટ્રેશન, સ્વાગત અને ગજાનનજીની આરતીથી કરાઇ હતી. આ વર્ષે લંડન ઝીમન ઇવેન્ટની થીમ ‘મારવાડ’ પર રાખી હોલની થીમ આધારિત સજાવટ ઉપરાંત પરંપરાગત રાજસ્થાની વાનગીઓ જેમ કે ચુરમા, દાળ, ગટ્ટા કરી, કેર સાંગ્રી, રબડી, લસણની ચટણી, બાજરાના રોટલા અને બેસન કી ચક્કીને લોકોએ પંગતમાં બેસીને મનવર બનાવ્યો હતો.

કાર્યક્રમમાં અબાલવૃધ્ધ સૌએ યુવાનો અને નવી પેઢીને જોડતા ગીત, સંગીત, સાસ્કૃતિક કાર્યક્રમો અને પારંપરિત નૃત્યો રજૂ કર્યા હતા. 20થી વધુ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં રાજસ્થાન વિધાનસભાના સ્પીકર ડો. સી.પી. જોશી, બ્રિટિશ સાંસદ વિરેન્દ્ર શર્મા, HSS પ્રચારક ચંદ્રકાંત શર્મા, મહિલા રોજગાર નેતા રૂમા દેવી, સંત શિવજ્યોતિશાનંદ, ભારતીય હાઈ કમિશનમાંથી શ્રી હરીશ, અક્ષય પાત્રના શ્રી ભવાનીસિંહજી વગેરે મહાનુભાવોએ ભાગ લીધો હતો. ડૉ. સી.પી. જોશીજીએ રાજસ્થાની લોકોના ઉત્સાહની પ્રશંસા કરી લંડનમાં રાજસ્થાન ભવન બનાવવાની માંગ પર વિચારણા કરવાનું વચન આપ્યું હતું.

RAUK ના પ્રતિનિધિઓ રાજીવ જી. ડાંગા, રાજીવ ખીચર, આલોક જી, પુષ્પા ચૌધરી, અનુજા જી, સૃષ્ટિજી તથા અન્ય સ્વંયસંવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.  કાર્યક્રમમાં લગભગ 1,000 લોકોએ હાજરી આપી હતી.

LEAVE A REPLY

4 − 3 =