હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના 77મા સ્વતંત્રતા દિવસની 19 ઓગષ્ટના રોજ શાનદાર ઉજવણી કરાઇ હતી.

સંસ્થાના ચેરપર્સન નિર્મલાબેન પટેલ અને તમામ કમિટી મેમ્બર્સે આ પ્રસંગે ઘણા વર્ષોની સેવા, સખત મેહનત તથા નિસ્વાર્થ સમર્પણને બિરદાવી અશ્વિનભાઈ ગલોરિયાના શુભ હસ્તે દીપ પ્રજવલિત કરાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

સંસ્થા આ દેશમાં જન્મેલા બાળકોને કલાના માધ્ય મથી આપણા દેશની સંસ્કૃતિ તથા રિતિરિવાજોથી પરિચિત કરાવે છે. 13  જ્ઞાતિઓના  5 વરસથી માંડીને 60 વર્ષ ના વ્યક્તિઓએ એમાં ભાગ લઈ દેશભક્તિનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. સ્વતંત્રતા મેળવવા આપણા પૂર્વજોએ કેટલા દુ:ખ અને કષ્ટ વેઠીને આઝાદી મેળવી હતી અને આઝાદી જીવનમાં કેટલી જરૂરી છે એનો વિવિધ નૃત્યો દ્વારા સંદેશો આપ્યો હતો. તો આઝાદી માટે બલિદાન આપનાર વિરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY