હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ અને સાથી સંગઠનોની રોગચાળા દરમિયાન અપ્રતિમ સેવા

0
578

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ અને તેની સાથે સંકળાયેલા સંગઠનો અને સ્વયંસેવકો દ્વારા સ્થાનિક લોકોના સહયોગથી આ અભૂતપૂર્વ રોગચાળા દરમિયાન ફ્રન્ટલાઈન પરના લોકોને ખાસ કરીને એનએચએસ સ્ટાફ, કી વર્કર અને સંવેદનશીલ લોકોને ફૂડ પાર્સલ અને દવા પહોંચાડવાનુ તેમ જ નૈતિક ટેકો પૂરો પાડવાનુ કામ ઉપાડી લીધુ હતુ. તો સેલ્ફ આઇસોલેટ થયેલા કે બીમાર લોકોને ટેલિફોન કરીને ખબર અંતર પૂછી મદદ કરવામાં આવી હતી.

દેશી ધાબા દ્વારા એનએચએસ સ્ટાફ, સંવેદનશીલ અને આઇસોલેટ થયેલા લોકોને ભોજન પૂરુ પાડવામાં આવે છે. હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ અને સંલગ્ન સંસ્થાઓએ અન્ન પુરવઠાની માંગને પહોંચી વળવા માટે GO FUND ME દ્વારા દાન એકત્રીત કરી દેશી ધાબાને ઉદારતાથી દાન આપ્યું છે. અથીયા સમાજ દ્વારા આનાજ-પાણીના સંગ્રહની સુવિધા પૂરી પાડી હતી. રૂપલબેન દેશી ધાબા સાથે સક્રિયપણે સ્વયંસેવક તરીકે ગોધાર્મિક સાથે ભાગીદારીમાં દર અઠવાડિયે 1000થી વધુ ભોજનનુ વિતરણ કરે છે. બ્રાહ્મીન સોસાયટી નોર્થ લંડન (બીએસએનએલ) તરફથી હોલ કિચન અને યાર્ડની સેવા આપવામાં આવી હતી. ટેસ્કો, વેઈટ્રોઝ તરફથી ફળો અને શાકભાજીનુ દાન મળ્યુ હતુ.

અર્પણમ સેવા ગ્રુપ, નિર્મલાબેન, લાયન્સ ક્લબના સભ્ય મહેન્દ્ર પટ્ટની, હિલીંગડન ફૂડ બેંક પણ હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ સાથે સેવા આપે છે.