Money power makes BCCI behave like superpower
ફાઇલ ફોટો Photo by Parker Song-Pool/Getty Images)

પાકિસ્તાનના કરાંચીમાં કટ્ટરપંથીઓએ સોમવારે સાંજે નારાયણ હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓએ દુર્ગા માતાના મંદિરમાં તોડફોડ કરવાની સાથે જ માતા દુર્ગાની મૂર્તિને ધડથી અલગ કરી દીધી હતી. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે હિન્દુ મંદિરમાં દેવીઓના મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી.

પત્રકારે ટ્વિટમાં છેલ્લા 22 મહિનામાં આ હિંદુ મંદિરો પરનો 9મો મોટો હુમલો છે તેમ પણ જણાવ્યું હતું. આ ઘટનામાં સોમવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સિનિયર પોલીસ ઓફિસર સરફરાઝ નવાઝે જણાવ્યું હતું કે મોહંમદ વાલીદ સબ્બીરની ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાની પત્રકારે ટ્વિટમાં લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની નોટિસ અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા મંદિરોની સુરક્ષાના દાવા છતાં 22 મહિનામાં આ 9મી વખત મંદિરો પર હુમલાની ઘટના બની છે. અપરાધીઓને છૂટો દોર આપવામાં આવે ત્યારે આવું બને છે. કટ્ટરપંથીઓએ અગાઉ પણ પાકિસ્તાનમાં અનેક મંદિરો પર હુમલો કરેલો છે.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો તે મામલે સુપ્રીમ કોર્ટે આકરૂં વલણ અપનાવેલું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ ગણેશ મંદિર પર હુમલો કર્યો ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે પંજાબ પ્રાંતના મુખ્ય સચિવ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને સમન પાઠવ્યા હતા. જ્યારે વડાપ્રધાન ઈમરાન ખાને તે મામલે ઘટનાના 24 કલાક બાદ નિવેદન બહાર પાડીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનું વચન આપ્યું હતું.