FILE PHOTO: REUTERS/Chris Helgren/File Photo

ખાલિસ્તાની તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ નિજ્જર હત્યા વિવાદમાં ભારતને સમર્થન આપવા બદલ ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડી દેવાની ધમકી આપી હતી. SFJના કાનૂની સલાહકાર ગુરપતવંત પન્નુનનો ભારતીયોને કેનેડા છોડવાનું કહેતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. શીખ્સ ફોર જસ્ટિસ પર ભારતે 2019માં પ્રતિબંધ મૂક્યો હતો.

આ વીડિયોમાં તે ધમકી આપે છે કે ભારતના હિન્દુઓ કેનેડા છોડો, ભારત જતા રહો. તમે માત્ર ભારતને જ સમર્થન આપતા નથી, પરંતુ તમે ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છો. ખાલિસ્તાન સમર્થિત શીખો હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે અને કેનેડાના પક્ષમાં રહ્યા છે. તેમણે કેનેડાના કાયદાનુ સન્માન કર્યુ છે. પન્નૂ આગળ કહે છે કે, 29 ઓક્ટોબરે કિલ ઈન્ડિયા અભિયાનમાં કેનેડામાં રહેતા તમામ શીખો ભાગ લે અને તેઓ નક્કી કરે કે ભારતના હાઈ કમિશન સંજય વર્મા હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા માટે ભારત સરકારના એજન્ટો જવાબદાર હોવાનો આક્ષેપ કર્યા પછી આ વીડિયો બહાર આવ્યો હતો. કેનેડિયન હિંદુઓ ફોર હાર્મનીના પ્રવક્તા વિજય જૈને પન્નુની ધમકી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે  અમને હિન્દુફોબિયા દેખાઈ રહ્યો છે. નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણી વિશે ટ્રુડોની ટિપ્પણી લાગણીઓ ભડકાવી શકે છે. અમને ચિંતા છે કે આ 1985ની જેમ કેનેડિયન હિંદુઓનો સામે જોખમ ઊભું થઈ શકે છે.

LEAVE A REPLY

two × five =