Champion in India Johor Cup Junior Men's Hockey
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી જુનિયર મહિલા વર્લ્ડ કપ હોકીની સેમિ ફાઈનલમાં ભારતનો નેધરલેન્ડ્ઝ સામે 0-3થી પરાજય થયો હતો. ગયા વર્ષની રનર્સ-અપ નેધરલેન્ડ્ઝ આ રીતે ફરી ફાઈનલમાં આવી હતી. ભારતે હવે બ્રોંઝ મેડલ માટે રમવાનું રહ્યું.

ભારત માટે 2013નો ઈતિહાસ દોહરાવાય તેવું જણાય છે. એ વખતે ભારતનો સેમિ ફાઈનલમાં 0-3થી જ પરાજય થયો હતો અને પછી બ્રોંઝ મેડલના મુકાબલામાં પેનાલ્ટી શૂટાઉટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

કેપ્ટન સલિમા ટેટે સહિત ત્રણ ઓલિમ્પિયન્સ ધરાવતી ભારતીય હોકી ટીમે જોરદાર સંઘર્ષ કર્યો હતો, પણ તેઓ નેધરલેન્ડની આક્રમક રમત સામે ટકી શક્યા નહતા. પ્રથમ ક્વાર્ટરમાં જોરદાર લડત છતાં નેધરલેન્ડે મેચની ૧૨મી મિનિટે જ ટેસ્સા બિટ્સ્માએ ગોલ કરી સરસાઈ મેળવી હતી. હાફ ટાઈમ સુધી ભારત માત્ર એક જ ગોલથી પાછળ હતું. ત્રીજા ક્વાર્ટરમાં પણ એકેય ગોલ નોંધાયો નહોતો. આખરે ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં નેધરલેન્ડે ઉપરાઉપરી બે ગોલ કરી ભારતની કમબેકની આશા ખતમ કરી દીધી હતી.