ગ્લાસગોમાં રોયલ નેવીની બીજી નેકસ્ટ જનરેશન સબમરીન હંટર એચએમએસ કાર્ડિફનું નિર્માણ કાર્યમાં નોંધપાત્ર સીમાચિહ્ન પર છે ત્યારે એચએમએસ કાર્ડિફના સહયોગીઓ તેની મુલાકાત લીધી હતી. આ મહાનુભાવોમાં કાર્ડિફના લોર્ડ મેયર કાઉન્સિલર બબ્લિન મોલિક, રોયલ મરીન્સના નેવલ રિજનલ કમાન્ડર બ્રિગેડિયર જોક ફ્રેઝર, સાઉથ ગ્લેમોર્ગનના લોર્ડ લેફ્ટનન્ટ મોરફુડ મેરેડિથ, પ્રોટોકોલના હેડ પૌલા સ્પીડ અને માનદ કેપ્ટન રાજ અગ્રવાલ સહિતનો સમાવેશ થાય છે.
હાલમાં કામદારો બે અલગ અલગ સેક્શનને જોડવાની કામગીરી કરી રહ્યાં છે. એકવાર જોડાયા પછી ગોવન ખાતે HMS કાર્ડિફ પર વધુ માળખાકીય કાર્ય હાથ ધરવામાં આવશે અને દરિયામાં સફર માટે સજ્જ બનશે. આ પછી તેને અંતિમ ફિટિંગ કાર્ય માટે બીએઇ સિસ્ટમના યાર્ડમાં ટ્રાન્સફર કરાશે. BAE સિસ્ટમ્સના નેવલ શિપ્સના મેનેજિંગ ડિરેક્ટર સિમોન લિસ્ટરે જણાવ્યું હતું કે HMS કાર્ડિફનો ઉદભવ તેના બાંધકામ સાથે સંકળાયેલા દરેક માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે.
માનદ કેપ્ટન રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ખરેખર અદભૂત વિશ્વકક્ષાની ફ્રિગેટ આપણા શહેર માટે એક મહાન વિશેષાધિકાર અને સન્માનની બાબત છે. એચએમએસ કાર્ડિફ વિશ્વભરમાં સફ કરશે ત્યારે તે આપણા સમુદાયની રાજદૂત હશે. કાર્ડિફનો આપણો સમુદાય ખરેખર ઉત્સાહિત છે તથા તેની ઉજવણી અને સ્વાગત કરવા આતુર છે.