INDIA-ENTERTAINMENT-CINEMA-BOLLYWOOD
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
બોલીવૂડમાં અનેક ફિલ્મકારો લેખક કે લેખિકા છે. હવે તેમાં હુમા કુરેશીનું નામ પણ જોડાયું છે. હુમા નવલકથાકાર બની ગઈ છે. તેની પ્રથમ નવલકથા ‘ઝેબા એન એક્સીડેન્ટલ સુપર હીરો’ બેંગ્લુરુના લિટરેચર ફેસ્ટિવલમાં લોન્ચ કરાઈ હતી. હુમાના જણાવ્યા અનુસાર તેણે ૧૯૯૨ અને ૨૦૧૯ સુધીના કાળખંડને આવરી લેતી વાર્તાનું સર્જન કર્યું છે.
આ વાર્તામાં એક કાલ્પનિક સામ્રાજ્ય અને અને તેના દુષ્ટ રાજાની વાત છે. જેનો સામનો કરવા મહાશક્તિઓ ધરાવતી એક યુવતી ઝેબા હિંમત કરે છે. હુમાના જણાવ્યા અનુસાર કોરોના લોકડાઉન વખતે નવરાશના સમયે તેણે આ નવલકથા લખવાની શરુઆત કરી હતી. રોજ સવારે તે ચોક્કસ સમયે લખવા બેસી જતી હતી. તેણે કહ્યું હતું કે, પોતે ઈચ્છે છે કે આ નવલકથા પરથી ફિલ્મ બને અને શક્ય હશે તો હું જાતે જ ફિલ્મ બનાવીશ.
બોલીવૂડમાં તાજેતરની પેઢીમાં અભિનયની સાથે લેખન તરફ વળી હોય તેવી હુમા બીજી અભિનેત્રી છે. ટ્વિંકલ ખન્ના દેશની બહુ જાણીતી કોલમિસ્ટ અને લેખિકા બની છે. ખાસ તો તેના હાસ્ય વ્યંગથી લોકપ્રિય લેખકોને પણ આશ્ચર્ય થયું છે. તાજેતરમાં ટ્વિંકલનું નવું પુસ્તક લોન્ચ થયું હતું.

LEAVE A REPLY

11 − 3 =