નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના અધિકારીઓ યુક્રેન માટેની રાહત સામગ્રી ભારતીય હવાઇ દળના વિમાનમાં મોકલી રહ્યાં છે. (ANI Photo)

ભારતે હવાઇદળના વિમાનો મારફત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં માનવીય સહાય તરીકે વધુ રાહત સામગ્રી મોકલી છે. આ સામગ્રી પોલેન્ડ મારફત યુક્રેન જશે. વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે બે તબક્કામાં બ્લેન્કેટ, સ્લીપિંગ મેટ, સોલર લેમ્પ, મેડિસિન, મેડિકલ ઇક્વિપમેન્ટ અને બીજી રાહત સામગ્રી મોકલવામાં આવી છે. એક ફ્લાઇટમાં છ ટન અને બીજી ફ્લાઇટમાં નવ ટન સામગ્રી મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી રોમાનિયા અને સ્લોવાકિયા મારફત મોકલવામાં આવી હતી. અગાઉ ચાર ટન રાહત સામગ્રી મોકલવામાં આવી હતી.