પોતાની જીત બાદ દાદા દાદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સ્કોટલેન્ડના નેતા હમઝા યુસુફે કહ્યું હતું કે “તેઓ કલ્પના પણ કરી શકતા ન હતા કે તેમનો પૌત્ર એક દિવસ સ્કોટલેન્ડનો ફર્સ્ટ મિનિસ્ટર બનવાના ઉંબરે આવશે. પેઢીઓની સફર આપણને યાદ અપાવે છે કે આપણે યોગદાન આપનારા માઇગ્રન્ટ્સની ઉજવણી કરવી જોઈએ જેમણે આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે.”

યુસુફના દાદા દાદી 60 વર્ષ પહેલાં પાકિસ્તાનના પંજાબથી યુકેમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેઓ ઇંગ્લિશ પણ બોલી શકતા ન હતા. તેમના દાદા મુહમ્મદે 1960ના દાયકામાં ક્લાઈડબેંકમાં સિંગર સિવીંગ મશીન ફેક્ટરીમાં કામ કર્યું હતું.

યુસુફે જણાવ્યું હતું કે “આપણે બધાએ એ હકીકત પર ગર્વ લેવો જોઈએ કે આજે અમે સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે કે તમારી ચામડીનો રંગ, તમારો વિશ્વાસ, જે દેશને આપણે ઘર કહીએ છીએ તે દેશનું નેતૃત્વ કરવામાં કોઈ અવરોધરૂપ નથી.”

LEAVE A REPLY