IHG હોટેલ્સ અને રિસોર્ટ્સે 2023 માં રિપોર્ટેબલ સેગમેન્ટ્સમાંથી નફામાં 23 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે પ્રથમ વખત $1 બિલિયનના માઇલસ્ટોનને વટાવી ગયો હતો. કંપનીએ પાછલા વર્ષ દરમિયાન RevPARમાં 16.1 ટકાનો વધારો, ADRમાં 5.1 ટકાનો વધારો અને ઓક્યુપન્સીમાં 6.4 ટકા પોઈન્ટનો વધારો નોંધ્યો હતો. તે આ વર્ષે ડિવિડન્ડ અને શેર બાયબેક દ્વારા શેરધારકોને $1 બિલિયનથી વધુ પરત કરવાની અપેક્ષા રાખે છે, IHGએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલી માલૌફે જણાવ્યું હતું કે, “RevPAR ગત વર્ષ કરતાં 16 ટકા વધુ હતો અને 2019 પૂર્વેની મહામારીની ટોચ કરતાં 11 ટકા વધુ વધારા સાથે તમામ બજારોમાં મુસાફરીની માંગ મજબૂત હતી.” અમારા એન્ટરપ્રાઇઝની જબરદસ્ત સ્ટ્રેન્થ અને કાર્યક્ષમ ઓપરેટિંગ મોડલના પગલે  રિપોર્ટેબલ સેગમેન્ટ્સનો નફો 23 ટકા વધ્યો છે, જે પ્રથમ વખત એક અબજ ડોલરને વટાવી ગયો છે અને એડજસ્ટેડ EPS કરતાં 33 ટકા વધ્યો છે.

IHG એ જણાવ્યું હતું કે, આ ક્વાર્ટર કંપનીની વિકાસલક્ષી કામગીરીના સંદર્ભોમાં નોંધપાત્ર વર્ષોમાનું એક છે. કંપનીએ સમગ્ર વર્ષ માટે $4.62 બિલિયનની આવક નોંધાવી છે, જે 2022માં $3.89 બિલિયનની સરખામણીએ લગભગ 19 ટકાનો વધારો દર્શાવે છે.

“અમે વધુ $800 મિલિયનના શેર બાયબેક પ્રોગ્રામની જાહેરાત કરી રહ્યા છીએ, જે સામાન્ય ડિવિડન્ડ સાથે 2024માં શેરધારકોને $1 બિલિયનથી વધુ વળતર આપે તેવી અપેક્ષા છે,” એમ માલૌફે જણાવ્યું હતું.

LEAVE A REPLY

19 + seven =