નોર્ધમ્પ્ટન સેન્ટ્રલ મસ્જિદમાં સેવા આપતા બાંગ્લાદેશી મૂળના બ્રિટિશ નાગરિક ઇમામ અશરફ ઉસ્માનીએ મસ્જિદમાં 16 વર્ષની બે યુવાન-યુવતીના ગેરકાયદેસર રીતે લગ્ન કરાવવાનો ગુનો કબૂલ્યો છે.
મેરેજ અને સિવિલ પાર્ટવનરશીપ (લઘુત્તમ વય) એક્ટ 2022 દ્વારા સુધારવામાં આવેલા, એન્ટી સોસ્યલ બિહેવીયર, ક્રાઇમ એન્ડ પોલીસીંગ એક્ટ કલમ 121 હેઠળ “બાળકના લગ્ન કરાવવાના હેતુથી કરેલા આચરણ”ના બે ગુના તેમણે સ્વીકાર્યા હતા. 52 વર્ષીય ઇમામ, ઓસ્માની, નોર્થમ્પ્ટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા અને 20 નવેમ્બરના રોજ તેમને સજા ફટકારવામાં આવશે.
2023માં રજૂ કરાયેલા સુધારેલા કાયદા હેઠળ, સંમતિને ધ્યાનમાં લીધા વિના, 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન ગોઠવવા અથવા કરાવવા ગેરકાયદેસર છે. જેમાં દોષિતોને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
અહેવાલો દર્શાવે છે કે નિકાહ સમારંભ નવેમ્બર 2023માં મસ્જિદમાં યોજાયો હતો, અને બંને એકબીજાને ઓળખતા હતા.
