ડાબેથી જમણે: ડૉ. રાકિબ એહસાન, ડૉ. જેક સ્કોટ, એંગસ ટેલર, ખુઝૈમા ખાનભાઈ અને ડૉ. સોલોમન ઓસાગી

ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ઇમ્પેક્ટ ઓફ ફેઇથ ઇન લાઇફ (IIFL)ના તાજેતરના “મેકિંગ ફેઇથ વર્ક: જોબ સેટિસ્ફેકશન ઇન ધ યુકે” અહેવાલ મુજબ દર ચારમાંથી ત્રણ એટલે કે 73 ટકા બ્રિટિશ ધાર્મિક કર્મચારીઓ માને છે કે તેમના એમ્પ્લોયર તેમની માન્યતાઓને માન આપે છે

IIFLના તાજેતરના અહેવાલમાં ડૉ. રકીબ એહસાને કહ્યું હતું કે ધાર્મિક કામદારો માને છે કે તેમના એમ્પ્લોયર તેમની ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓનો આદર કરે છે.

બ્રિટનના દરેક મુખ્ય ધર્મના પ્રતિનિધિઓની બનેલી ક્રોસફેથ પેનલે મંગળવાર, 28મી નવેમ્બર 2023ના રોજ IIFL માટેની લોંચ ઈવેન્ટમાં કામના સ્થળે ધર્મ અપનાવવાની સફળતા અને વધુ સંભવિત લાભોની ઉજવણી કરી હતી.

પેનલમાં એલિમ પેન્ટેકોસ્ટલ ચર્ચના ખ્રિસ્તી ડૉ. સોલોમન ઓસાગી; દાઉદી બોહરા શાખાના ખુઝેમા ખાનભાઈ, અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ આપતા એંગસ ટેલર ઉપસ્થિત રહ્યા ગતા.

અહેવાલમાં કહેવાયું હતું કે ‘’આશ્ચર્યજનક છે કે ધર્મમાં વિશ્વાસ ધરાવતા લોકોને નોકરી વગરના લોકો કરતાં વધુ સંતોષ છે. ધર્મમાં વિશ્વાસ ધરાવતા લોકોની અપેક્ષાઓ ઓછી હોય છે. પણ ધર્મમાં વિશ્વાસ વગરના લોકો એવા અર્થની શોધમાં જાય છે કે જે કામ પૂરું પાડી શકતું નથી.”

આ કાર્યક્રમમાં ઈન્સ્ટિટ્યુટ ફોર ધ ઈમ્પેક્ટ ઓફ ફેઈથ ઈન લાઈફ (IIFL) લોન્ચ કરાયું હતું જે યુકેમાં લોકોના જીવનમાં શ્રદ્ધા અને ધાર્મિક માન્યતાની તપાસ કરતું સંશોધન મંચ રજૂ કરશે.

LEAVE A REPLY

11 − seven =