વડા પ્રધાન કેર સ્ટાર્મરે વધતા ઇમિગ્રેશન આંકડાઓને રોકવા માટે સોમવારે સેટલમેન્ટ સ્ટેટસ માટેનો સમયગાળો બમણો કરીને 10 વર્ષ કરવાના અને ઇંગ્લિશ ભાષાની આવશ્યકતાઓના કડક નવા નિયમો યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ વર્કર વિઝા અરજદારોને અસર કરશે જેઓ સૌથી મોટા જૂથોમાંના એક છે.
નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) યુકેના અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે “અમને રાહત થઈ છે કે ગ્રેજ્યુએટ રૂટ સાચવવામાં આવ્યો છે, જોકે સમયગાળો ઓછો થયો છે, અમે વિનંતી કરીએ છીએ કે તેના અમલીકરણ અને વ્યાપક સુધારાઓનો કાળજીપૂર્વક, સ્પષ્ટતા અને સહયોગ સાથે સંપર્ક કરવામાં આવે. ગ્રેજ્યુએટ રૂટનો સૌથી મોટો ઉપયોગ ભારતીય વિદ્યાર્થીઓ કરે છે અને પોસ્ટ-સ્ટડી ગ્રેજ્યુએટ રૂટ વિઝા ઓફરને વર્તમાન બે વર્ષથી 18 મહિના સુધી કરવામાં આવી છે. જે ડિગ્રીના અંતે આંતરરાષ્ટ્રીય કામનો અનુભવ પ્રાપ્ત કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને અસર કરશે. અમે એજ્યુકેશન એજન્ટની પ્રથાઓમાં વધુ પારદર્શિતા અને જવાબદારી માટેના દબાણને મજબૂત સમર્થન આપીએ છીએ.”
યુકેના વર્ક રાઇટ્સ સેન્ટરના સીઈઓ ડો ડોરા-ઓલિવિયા વિકોલએ જણાવ્યું હતું કે “આ નિષ્ફળ વિઝા યોજનાને કારણે, યુકેમાં પહેલાથી જ હજારો માઇગ્રન્ટ કેર વર્કર નિરાશાનો સામનો કરી રહ્યા છે, અને સરકારે હજુ સુધી તેમને કોઈ કાર્યક્ષમ સહાય આપી નથી. નવા કાયદાઓથી વધુ લોકો અસુરક્ષિત ઇમિગ્રેશન સ્ટેટસમાં સપડાશે અને તેમનું શોષણ થશે. બિનદસ્તાવેજી સ્ટેટસ ધરાવતા લોકોની સંખ્યામાં પણ વધારો થશે.”
