
અમેરિકા અને યુકે દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બંને પડોશીઓ દ્વારા “યુદ્ધવિરામ” જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે ‘’સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ રવિવારે યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સાથે વાત કરી હતી. જેમાં બંને નેતાઓએ યુદ્ધવિરામ જાળવી રાખવા અને વાતચીત ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સેક્રેટરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે યુએસનું સમર્થન વ્યક્ત કરી સંદેશાવ્યવહાર સુધારવા માટે સતત પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું.”
રુબિયોએ રશિયા-યુક્રેન યુદ્ધ પર યુએસના વલણને પુનઃપુષ્ટિ આપતાં કહ્યું હતું કે “અમારી ટોચની પ્રાથમિકતા લડાઈનો અંત લાવવા અને તાત્કાલિક યુદ્ધવિરામ લાવવાની છે.”
