પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સરોગેસી કાયદા અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે સરોગેસી એક્ટ 2021 અમલમાં આવ્યો તે પહેલા જે યુગલોએ સરોગસી પ્રક્રિયા શરૂ કરી હોય તેમના પર કાયદા દ્વારા નિર્ધારિત વયમર્યાદા લાગુ પડી શકે નહીં. બાળકના સર્વાંગિણ વિકાસ અને શુક્રાણુ- ભ્રૂણની ગુણવત્તા અંગેની ચિંતાઓ આ કાયદાનો પશ્ચાદ્દવર્તી અમલ કરવાના ફરજિયાત કારણો નથી. આ ચિંતાઓ છતાં રાજ્યો કેટલાંક કેટેગરીના યુગલોને પ્રજનન કરવાની મંજૂરી આપે છે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કાયદા હેઠળની વય મર્યાદા એવા યુગલોને લાગુ પડશે નહીં જેમણે 25 જાન્યુઆરી, 2022ના રોજ કાયદા અમલ પહેલા પહેલાં ભ્રૂણ ફ્રીઝિંગ જેવી પ્રક્રિયા શરૂ કરી છે. હાલના કાયદા મુજબ, સરોગસી માટે, સ્ત્રીની ઉંમર 23 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને પુરુષની ઉંમર 26 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે કાયદા હેઠળની વયમર્યાદા પશ્ચાદ્દવર્તી અસરથી લાગુ કરી શકાય છે કારણ વયની સાથે શુક્રાણી અને ભ્રૂણની ગુણવત્તામાં ઘટાડો થતો હોય અને તેનાથી સરોગેસી મારફત જન્મેલા બાળકને અસર થઈ શકે છે. જોકે કોર્ટે જણાવ્યું હતું કે 25 જાન્યુઆરી, 2022 પહેલા, સરોગસી ઇચ્છતા યુગલો પર વયમર્યાદા અંગે કોઈ બંધનકર્તા કાયદા કે પ્રમાણપત્રો નહોતા. વધુમાં હિન્દુ દત્તક અને મેન્ટેનન્સ ધારા 1956ની જોગવાઈઓ હેઠળ બાળકોને દત્તક લેવા માંગતા યુગલો માટે કોઈ વય પ્રતિબંધ નથી

સર્વોચ્ચ અદાલતે સરોગસી (નિયમન) ધારા, 2021ની એક જોગવાઈ સામેની અરજીની સુનાવણી કરી રહી હતી. આ જોગવાઈ મુજબ ઇચ્છુક દંપતીએ “પાત્રતા પ્રમાણપત્ર” મેળવવું પડશે કે તેઓ તેઓ પરિણીત છે અને સ્ત્રીના કિસ્સામાં ઉંમર 23 થી 50 વર્ષ અને પુરુષના કિસ્સામાં ઉંમર 26થી 55 વર્ષ છે.

LEAVE A REPLY