ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તુર્કીના જેહાદી ઇસ્લામિક સંગઠન ભારતમાં નફરત ફેલાવવાનું કાવતરું રચી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તુર્કીના ઇસ્લામિક સંગઠન ભારતના મૌલવીઓ અને ઇસ્લામ સાથે જોડાયેલા જાણકારો એમ કહીને ભડકાવી રહ્યા છે કે ભારતમાં મુસલમાનો સુરક્ષિત નથી અને તેમને હિંદુઓથી ખતરો છે. ઝી ન્યૂઝને જાણકારી મળી છે કે ગત કેટલાક મહિનાથીમાં ભારતથી ઘણા મૌલવી અને ઇસ્લામના જાણકારોને તુર્કી બોલાવવામાં આવી રહ્યા છે.

તેમને શરિયા સાથે જોડાયેલા કેટલાક કોર્સ પણ કરાવવામાં આવી રહ્યા છે. આ કોર્સ દરમિયાન તેમને એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભારત તેમના માટે સુરક્ષિત નથી. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા આ ઇનપુટને ગંભીરતાથી લેતાં સરકારે તુર્કી સાથે જોડાયેલા એવા સંગઠનો પર કડક નજર રાખવા કહ્યું છે જે ભારતમાં નફરત ફેલાવવાનું કાવતરું રચી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે તુર્કી સતત ભારત વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવતું રહ્યું છે. ગત થોડા દિવસો પહેલાં પાકિસ્તાન પ્રવાસે આવેલા તુર્કીના રાષ્ટ્રપતિએ ભારતના વાંધા છતાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા કહ્યું કે તેમનો દેશ આ મામલે પાકિસ્તાનની હિમાયત કરશે જેના પર હિંદુસ્તાનને સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.

બે દિવસ માટે પાકિસ્તાન ગયેલા અર્દોઆનની પાર્લામેન્ટમાં કહ્યું હતું કે તુર્કી આ અઠવાડિયે પેરિસમાં એફએટીએફની ગ્રે લિસ્ટથી બહાર હોવાની પાકિસ્તાનના પ્રયત્નોને સમર્થન કરશે. ભારતે તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન પર આકરી આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને આ મુદ્દે તેને કોઇ દેશની દરમિયાનગીરી સહન નથી.