ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 1લી T20I મેચ માટે ટોસ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મેથ્યુ વેડ, (ANI Photo)

પાંચ મેચની સિરિઝની પ્રથમ T20 મેચમાં ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે બે વિકેટે રોમાંચક વિજય થયો હતો. આ મેચ છેલ્લી બોલ સુધી રોમાંચક બની હતી અને છેલ્લા બોલે ભારતનો વિજય થયો હતો.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 208 રન બનાવ્યા હતા જ્યારે ભારતે 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, જ્યારે ઈશાન કિશને 39 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 58 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ 14 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યો હતો. જોકે, મેચ છેલ્લી ઓવરમાં અટકી ગઈ હતી. ભારતને જીતવા માટે 6 બોલમાં 7 રનની જરૂર હતી, જ્યારે સતત 3 વિકેટ પડી હતી. આનાથી ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું, પરંતુ અંતે નો બોલથી લક્ષ્ય હાંસલ કર્યું.

અગાઉ ઓસ્ટ્રેલિયાના જોસ ઇંગ્લિસે ટી20 ફોર્મેટમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. તેનાથી  ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. ઇંગ્લિસે માત્ર 50 બોલમાં 11 બાઉન્ડ્રી અને આઠ સિક્સરની મદદથી 110 રન કરીને ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા.

 

LEAVE A REPLY

11 − 8 =