અમેરિકા
FILE PHOTO (@DrSJaishankar X/ANI Photo)
દિલ્હી બ્લાસ્ટને દેખિતી રીતે ત્રાસવાદી હુમલો ગણાવીને અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે વોશિંગ્ટને મદદની ઓફર કરી હતી, પરંતુ નવી દિલ્હી તપાસ કરવામાં ખૂબ જ સક્ષમ છે. ભારત તપાસ હાથ ધરવામાં ખૂબ જ સંયમિત, સાવધ અને ખૂબ જ પ્રોફેશનલ છે.
કેનેડાના હેમિલ્ટનમાં પ્રેસને આપેલા નિવેદનમાં રૂબિયોએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. સ્પષ્ટપણે તે એક આતંકવાદી હુમલો હતો. વિસ્ફોટક સામગ્રીથી ભરેલી કારમાં વિસ્ફોટ થયો હતો અને ઘણા લોકો માર્યા ગયાં હતાં. મને લાગે છે કે તેઓ તપાસ હાથ ધરવાનું ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તેમની પાસે તથ્યો હશે, ત્યારે તેઓ તે તથ્યો જાહેર કરશે.
નાયગ્રામાં G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રૂબિયો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી રુબિયોને દિલ્હીમાં લાલ કિલ્લા વિસ્ફોટ તથા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે સવાલ પૂછવામાં આવ્યાં હતાં.
રૂબિયોએ જણાવ્યું હતું કે અમે તેની સંભાવનાથી વાકેફ છીએ અને તેથી આજે અમે તેના વિશે થોડી વાતચીત કરી હતી. કંઇ મોટું બનવાની સંભાવના છે, પરંતુ મને લાગે છે કે આપણે તપાસમાં શું આવે છે તેની રાહ જોઇશું. અમેરિકાએ મદદ કરવાની ઓફર કરી છે, પરંતુ મને લાગે છે કે તેઓ આ તપાસમાં ખૂબ જ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી. તેઓ સારું કામ કરી રહ્યા છે.
ભારતે  લાલ કિલ્લાની બહાર થયેલા કાર વિસ્ફોટને ઘૃણાસ્પદ આતંકવાદી ઘટના ગણાવી હતી અને તપાસ એજન્સીઓને આ કેસની તાકીદ અને પ્રોફેશનલ્સ ધોરણે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે આ બ્લાસ્ટના ષડયંત્રકારોને વિના વિલંબે  ન્યાયના કઠેડામાં લાવવાની પણ જાહેરાત કરી હતી.

LEAVE A REPLY