પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં એક દિવસમાં કોરાનાના નવા 31,5121 કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 97,67,371 થઈ છે. આની સામે કુલ 92.53 લાખ રિકવર થયા છે અને તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 94.74 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં 412 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,41,772 થયો હતો. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.45 ટકા રહ્યો હતો. દેશમાં સતત ચોથા દિવસે એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી નીચી રહી હતી. હાલમાં દેશમાં 3,72,293 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 3.81 ટકા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના જણાવ્યા અનુસાર દેશમાં નવ ડિસેમ્બર સુધીમાં 15,07,59,726 કોરોના ટેસ્ટ થયા હતા. બુધવારે કુલ 9,22,959 લોકોના કોરોના ટેસ્ટ થયા હતા.

છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 75, દિલ્હીમાં 50, પશ્ચિમ બંગાળમાં 47, કેરળમાં 35, હરિયાણામાં 26 તથા કર્ણાટક અને ઉત્તરપ્રદેશ પ્રત્યેકમાં 20ના મોત થયા હતા.