અમદાવાદ ખાતેનું વિશ્વનું સૌથી મોટું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

અમદાવાદના મોટેરા ખાતેના નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સાત ફેબ્રુઆરીથી સત્તાવાર ક્રિકેટ મેચનો પ્રારંભ થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2021ના સાત ફેબ્રુઆરીએ ચાલુ થનારી ટેસ્ટ સિરિઝ બે ટેસ્ટ મેચ અને પાંચ ટ્વેન્ટી-20 મેચ મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતેના આ સ્ટેડિયમમાં જ રમાશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહે ગુરુવારે પુષ્ટી આપી હતી કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન ડે નાઇટ ટેસ્ટ મેટ અમદાવાદમાં રમાશે.

ઉલ્લેખનીય છે કે, ગયા ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.