Ajmer: Health workers during a door-to-door survey for COVID 19 symptoms, during a nationwide lockdown imposed in the wake of the coronavirus pandemic, in Ajmer, Saturday, March 28, 2020. (PTI Photo)(PTI28-03-2020_000047B)

કોરોના વાઈરસ સંક્રમણના સોમવારે સૌથી વધારે 208 કેસ સામે આવ્યા હતા. આ પહેલા 27 માર્ચે 151 કેસ સામે આવ્યા હતા. સોમવારે મહારાષ્ટ્રમાં 35 અને કેરળમાં 32 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત દિલ્હીમાં 25, ઉત્તરપ્રદેશમાં 24,ચંદીગઢમાં 5. પંજાબમાં 3, આંધ્રપ્રદેશમાં 2, છત્તીસગઢ, પશ્વિમબંગાળ, હરિયાણા અને આંદામાન-નિકોબારમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 1,384 થઈ ગઈ છે.

આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 1251 છે. જેમાંથી 101 સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 39 લોકોના મોત થયા છે. મંગળવાર સવારે એક મહિલા અને એક વૃદ્ધનું મોત થયું છે. કેરળના તિરુવનંતપુરમમાં કોરોના પોઝિટિવ 68 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મેડિકલ કોલેજના અધિકારીના જણાવ્યા પ્રમાણે, તેમની કિડની ફેઈલ થઈ ચુકી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ હાલ કોમ્યુનિટી લેવલ પર નથી પહોંચ્યું આ લોકલ લેવલ પર ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, સમાજના દરેક વ્યક્તિએ સહયોગ કરવો પડશે, નહીં તો અત્યાર સુધી સંક્રમણને રોકવા માટે જે પણ પરિણામ સામે આવ્યા છે, તે બધું બાતલ જશે. તેમણે અત્યારથી અપીલ કરી છે કે 100 ટકા લોકો અલર્ટ રહે અને દેશને આ બિમારીમાંથી મુક્ત કરવા માટે પોતાનું યોગદાન આપે. લવ અગ્રવાલે કહ્યું કે, જો કોઈને શંકા છે કે તેને સંક્રમણ છે તો મહેરબાની કરીને તેને છુપાવશો નહીં.

ઈન્દોર કોરોના સંક્રમણથી દેશમાં 27 રાજ્ય પ્રભાવિત છે. આમાંથી મધ્યપ્રદેશ 10માં નંબરે છે. પરંતુ શહેરોની વાત કરવામાં આવે તો 24 માર્ચ સુધી કોરોના મુક્ત રહેલું ઈન્દોર છેલ્લા પાંચ દિવસોમાં દેશનું સૌથી સંક્રમિત શહેરોની યાદીમાં આઠમાં નંબરે આવી ગયું છે.

નિઝામુદ્દીન ખાતે આવેલા મરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પોઝિટિવ નીકળ્યા છે. આ માહિતી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આપી હતી. તેમણે જણાવ્યું કે, સોમવારે અત્યાર સુધી 300 લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. સાથે જ 700 થી 800 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે દેશમાં લોકડાઉન હતું, એ વખતે આ પ્રકારની પ્રવૃત્તિ કરવી ગુનો છે.

મધ્યપ્રદેશમાં સોમવારે 8 નવા કેસ સામે આવ્યા હતા. ઈન્દોરમાં 7 અને ઉજ્જૈનમાં 1 સંક્રમિત મળી આવ્યો હતો. ઈન્દોરમાં સંક્રમિતોની સંખ્યા 27 થઈ ગઈ છે. આ મહામારીને ધ્યાનમાં રાખતા જેલમાં ભીડ ઓછી કરાઈ રહી છે. રાજ્ય સરકાર લગભગ 8 હજાર કેદીઓને પેરોલ પર વચગાળાના જામીન પર છોડશે. પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પાંચ હજાર સજા પામેલા કેદીઓને 60 દિવસ માટે પેરોલ આપવામાં આવી રહ્યા છે. જ્યારે 5 વર્ષની સજાની જોગવાઈ વાળા વિચારણા બાદ લગભગ 3 હજાર કેદીઓને 45 દિવસના વચગાળાના જામીન આપવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 96 થઈ ગઈ છે. સોમવારે અહીંયા 24 નવા કેસ સામે આવ્યા હતા. સૌથી વધારે 36 કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધ નગરમાં મળ્યા હતા. ત્યારબાદ મેરઠમાં(13) છે.

દિલ્હીમાં સોમવારે માત્ર 25 કેસ સામે આવ્યા હતા. અહીંયા મોટી બેદરકારી જોવા મળી છે. નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકજમાં 1 થી 15 માર્ચ સુધી પાંચ હજાર કરતા વધારે લોકો આવ્યા હતા. જેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડના લોકો પણ સામેલ હતા. 22 માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીંયા 2 હજાર લોકો રોકાયા હતા. જેમાંથી 200 લોકોને સંક્રમિત થવાની આશંકા છે. શંકાસ્પદની તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ખાંસીની ફરિયાદ છે. અહીંયાથી 1200 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મોડી રાતે તેલંગાણા સરકારે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં જોડાનારા 6 લોકોના મોત થઈ ગયા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સોમવારે રાયપુરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સામાનની સપ્લાઈ અને ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 50 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી, પરંતુ સારા સમાચાર છે કે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજસ્થાનમાં સંક્રમણના સોમવારે 10 નવા કેસ સામે આવ્યા, જેમાંથી જયપુરમાં 2, ભીલવાડામાં 1 અને જોધપુરમાં 7 દર્દી મળ્યા. રવિવારે રાતે અજમેરમાં પણ 3 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં સોમવારે 35 નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા સૌથી વધારે 75 દર્દી મુંબઈમાં છે. આ ઉપરાંત પૂણેમાં 42, સાંઘલીમાં 25 અને નાગપુરમાં 12 દર્દી છે. રાજ્યમાં અત્યાર સુધી 39 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે.

પંજાબમાં સોમવારે ત્રણ નવા પોઝિટિવ મળ્યા હતા. પટિયાલા જિલ્લામાં રામનગર સેનિયા ગાંમમાં 21 વર્ષનો એક યુવક સંક્રમિત મળી આવ્યો હતો. સાથે જ નેપાળમાં પાછો આવ્યો હતો. સ્થાનિક તંત્રએ સતર્કતાના ભાગ રૂપે આખા ગામને સીલ કરી દીધું છે. તેના પરિવારના લોકોને ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

પશ્વિમ બંગાળમાં સોમવારે 1 જ નવો કેસ સામે આવ્યો છે. પશ્વિમ બંગાળ સરકારે કોરોના વાઈરસને અટકાવવા માટેના પ્રયાસમાં લાગેલા કર્મચારીઓનું વીમા કવર 5થી વધારીને 10 લાખ કરી દીધું છે. જેના દાયરામાં ડોક્ટર, નર્સિંગ, સ્ટાફ, પોલીસકર્મીઓ સિવાય અન્ય એવા લોકો પણ આવશે, જે આપાત ડ્યૂટી કરી રહ્યા છે. આ સાથે જ કોલકાતામાં સોમવારે 77 વર્ષનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.