NEW DELHI: COVID-19 UPDATE : PTI GRAPHICS(PTI4_6_2020_001010)

ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા મંગળવારે, 7 એપ્રિલે નવા 126 કેસની સાથે વધીને 4421 થઇ હતી. બીજી બાજુ, આગામી 14 એપ્રિલે સરકારે જાહેર કરેલા લોકડાઉનની મુદત પણ પુરી થઇ રહી છે. હાલ પ્રાપ્ત અહેવાલો અનુસાર, લોકડાઉનની સમયમર્યાદા હજુ લંબાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો પાસે આ અંગે સૂચનો માગ્યા હતા

મોટાભાગના રાજ્યોએ લોકડાઉનની મુદત લંબાવવાની ભલામણ કરી છે. આ અંગેની જાહેરાત આગામી 14 એપ્રિલ પહેલાં જ થઇ જવાની ધારણા છે.ભારતમાં મંગળવારે જે 126 નવા દર્દીઓ નોંધાયો તેમાંથી રાજસ્થાનમાં 24, મહારાષ્ટ્ર-હરિયાણામાં 23-23 ગુજરાતમાં 19, મધ્યપ્રદેશ-કર્ણાટકમાં 12-12, પશ્વિમબંગાળમાં 11 અને આસામ-આંધ્રપ્રદેશમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે સંક્રમણ બીજા અને ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. જો કે છેલ્લા 8 દિવસમાં ગઈ કાલે પહેલી વખત એવું થયું જ્યારે નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. દિવસભરમાં 489 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 28 માર્ચે સંક્રમિતોની સંખ્યામાં 141નો વધારો થયો છે.

આગામી દિવસે આમા ઘટાડો આવ્યો છે અને 115 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રોજ સંક્રમિતોની સંખ્યા વધતી ગઈ હતી. આ બિમારી 27 રાજ્ય અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાઈ ચુકી છે. અત્યાર સુધીમાં 135થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.