દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24,530 થઈ ગઈ છે. શુક્રવારે 1408 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં 11, રાજસ્થાનમાં 44, બિહરમાં 53 અને ઓરિસ્સમાં એક કેસ સામે આવ્યો છે.

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 23 હજાર 452 છે. IIT દિલ્હીએ કોવિડ-19 ટેસ્ટ કીટ તૈયાર કરી છે. આને ICMRએ મંજૂરી પણ આપી દીધી છે.

ઈન્સ્ટીટ્યૂટના પ્રોફેસર વી પેરુમલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં આની પર કામ શરૂ કરાયું હતું. આ અન્ય કીટ કરતા સસ્તી છે. નાગપુરમાં શિબિરમાં રોકાયેલા પ્રવાસી મજૂરોને સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર તુકારામ મુંડેનું કહેવું છે કે જે પહેલાથી ટેલેન્ટેડ છે અમે તેમને અન્યને ટ્રેનિંગ આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્રિપુરા સરકારે રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટરને પદ પરથી હટાવ્યા છે. તેમની પર કોરોના વાઈરસથી બચવા માટે દવાઓ અને સામાનની ખરીદીમાં અનિયમિતતાનો આરોપ છે.