દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28,074 થઈ ગઈ છે. સોમવારે આંધ્રપ્રદેશમાં 80, પશ્વિમ બંગાળમાં 38, રાજસ્થાનમાં 36, બિહારમાં 13, ઓરિસ્સામાં 5 અને ઝારખંડમાં 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 રહી હતી. જેમાં મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં કોરોના સંક્રમણના 1607 કેસ આવ્યા છે.

જેમાંથી મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં 230, મધ્યપ્રદેશમાં 145 અને રાજસ્થાનમાં 102 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રવિવારે સાંજ સુધી 24 કલાક 1975 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 26 હજાર 917 કોરોના સંક્રમિત છે. જેમાંથી 21 હજાર 3 લોકોની સારવાર ચાલી રહી છે. 5914 સાજા થયા છે અને 826 લોકોના મોત થયા છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશમાં હોટ સ્પોટ વિસ્તાર નોન હોટ સ્પોટમાં ફેરવાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, ડો. હર્ષવર્ધને 283 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં સંક્રમિણ સ્થિતિ સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રવિવાર સુધી 64 જિલ્લામાં 7 દિવસથી, 48 જિલ્લામાં 14 દિવસથી , 33 જિલ્લામાં 21 દિવસથી, 18 જિલ્લામાં 28 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. હર્ષવર્ધન રવિવારે એઈમ્સ પહોંચ્યા હતા. અહીંયા તેમને ટ્રામાનું નિરક્ષણ કર્યું. ટ્રામા સેન્ટરને કોવિડ વોર્ડ બનાવાયું છે.