દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56,523એ પહોંચી ગઈ છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 87, રાજસ્થાન અને ઓરિસ્સામાં 26-26 જ્યારે બિહારમાં 6દર્દી મળ્યા છે. આ મહિનાના પહેલા સપ્તાહમાં કુલ 21 હજાર 485 દર્દી વધ્યા છે. આ કુલ સંક્રમિતોનો 38% છે. આ દરમિયાન 6827 દર્દી સાજા પણ થયા છે. આ પહેલા ગુરુવારે દેશભરમાં સંક્રમણના 3344 કેસ સામે આવ્યા હતા.

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કુલ 56 હજાર 342 સંક્રમિત છે. 37 હજાર 916 લોકોની સારવાર ચાલી રહી છે. 16 હજાર 539 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 1886 દર્દીઓના મોત થયા ચુક્યા છે.

મધ્યપ્રદેશમાં ગુરુવારને 114 કોરોના સંક્રમિત મળ્યા હતા. ભોપાલમાં 47 અને ઈન્દોરમાં 18 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. ભોપાલમાં એક દિવસમાં સંક્રમિતોનો આ સૌથી મોટો આંકડો છે. બુધવારે રાજ્યમાં આ બિમારીથી 7 લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં ગુરુવારે 73 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી 1881 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 62 થઈ ગયા હતા. સાથે રાજ્ય સરકારને 25 માર્ચ પાન મસાલા પર પ્રતિબંધ નિર્ણય પરત લાવવામાં લીધી હતી.

રાજસ્થાનમાં ગુરુવારે સંક્રમણના 110 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં જોધપુરમાં 22,ચિત્તોડગઢમાં 16, જયપુરમાં 13, પાલીમાં 6, અજમેરમાં 05, ઘૌલપુરમાં 04, કોટામાં 02, પાલી, સિરોહી અને ઉદેયપુરમાં એક એક સંક્રમિત મળી આવ્યા હતા. બિહાર, સંક્રમિતઃ550- અહીંયા ગુરુવારે સંક્રમણના 8 નવા કેસ સામે આવ્યા હતા. સાસારામમાં 56 વર્ષની એક મહિલા અને 70 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી બાજુ ઔરંગાબાદમાં 30 વર્ષ અને જહાનાબાદમાં 32 વર્ષનો વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો.