ભારતમાં કોવિડ-19થી સાજા થનારા દર્દીઓનો આંકડો 95 લાખને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 30 ,891થી વધુ લોકોએ કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે નવા 26, 754 કેસ નોંધાયા છે. આ દરમિયાન સંક્રમિત 338 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં અત્યારસુધીમાં કુલ 95, 20,044 લોકોએ કોરોનાને હરાવ્યો છે. સંક્રમિતોનો કુલ આંકડો 99, 77, 834 છે.
આથી દેશમાં અત્યારસુધીમાં 95 ટકાથી વધુ સંક્રમિતો સાજા થઈ ચૂક્યા છે. બીજી તરફ સક્રિય કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેમની સારવાર થઇ રહી છે તેવા સક્રિય કેસની સંખ્યા 3, 13, 831 છે. જ્યારે 1, 44, 789 લોકોનાં મૃત્યુ થયા છે. આ આંકડા
ભારતની રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. ગુરુવારે ત્યાં 90 હજારથી વધુ ટેસ્ટ થયા હતા, જેમાં કોરોનાના માત્ર 1363 કેસ પોઝિટિવ જણાયા હતા. અગાઉ 31 ઓગસ્ટે 1358 કેસ નોંધાયા હતા, સાથે જ 2391 લોકો કોરોનામાંથી સાજા થયા છે અને 35 લોકોનાં મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ 75, 41, 348 ટેસ્ટ કરાયા છે.