ભારતમાં કોરોનાનો અંત નજીક આવી રહ્યો હતો ત્યારે જ અચાનક સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના નવા કેસમાં અચાનક ઉછાળો આવતાની સાથે જ ભારત સરકારે સાવચેતીના પગલાં ભરીને રાજયોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાઇરસના કુલ ૩૩૦૩ નવા કેસ નોંધાયા છે, આ આંકડો બુધવાર કરતાં 12.8 વધુ છે.
આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4, 3૦, 68, ૭૯૯ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 39 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5, 23, 693 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે, કોરોનાના નવા કેસ વધતા વડાપ્રધાન નરેન્દ્ર‍ મોદીએ દેશના તમામ રાજયોના મુખ્ય પ્રધાનો સાથે આ મામલે એક મહત્વની બેઠક કરીને રાજયોએ અગમચેતીના પગલાં ભરવા જોઇએ તેવી સલાહ આપી હતી.