ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા ટેસ્ટ ટીમનું નેતૃત્વ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને સોંપવામાં આવ્યું છે. હવે તે જો રૂટનું સ્થાન લેશે. જો રૂટે થોડા દિવસ અગાઉ ટેસ્ટ શ્રેણીમાં સતત હાર પછી કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો 81મો કેપ્ટન હશે.
31 વર્ષીય બેન સ્ટોક્સે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને તે અત્યાર સુધીમાં 79 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. 2017માં બેન સ્ટોક્સને ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. બેન સ્ટોક્સની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. બેન સ્ટોક્સના નામે 79 ટેસ્ટમાં 5061 રન છે, અને એવરેજ સ્ટ્રાઇક રેટ 35.89 છે. તેણે 174 વિકેટ લીધી છે. કેપ્ટન પદ મળ્યા પછી પોતાના પ્રતિભાવમાં બેન સ્ટોક્સે કહ્યું કે, ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કરવું મારા માટે ગર્વની બાબત છે. હું આ સમરમાં ટીમનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ તૈયાર છું.