ભારતમાં કોરોનાના રોજિંદા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,698 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1,183 દર્દીઓના મોત થયા છે. જોકે તેની સામે કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં સતત વધારો નોંધાઇ રહ્યો.
છેલ્લા 24 કલાકમાં 64,818 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 6 લાખ કરતા પણ ઓછી થઈ છે. અત્યારે દેશમાં 5.95 લાખ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 17,303નો ઘટાડો નોંધાયો છે અને તેથી સાજા થવાનો દર વધીને 96.72 ટકા થયો છે.
જોકે, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં સ્થિતિ થોડી ગંભીર છે, પરંતુ ત્યાં પણ સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે.