(istockphoto.com)

ભારતના વાણિજ્ય મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)એ કાચી ખાંડ, સફેદ ખાંડ, રિફાઇન્ડ ખાંડ અને ઓર્ગેનિક ખાંડની નિકાસ પરના નિયંત્રણોની તારીખ 31 ઓક્ટોબર, 2023 પછી પણ ચાલુ રાખવાની બુધવારે જાહેરાત કરી હતી. જોકે નિર્ધારિત ક્વોટા હેઠળ અમેરિકા અને યુરોપમાં નિકાસમાં થાય છે તેના પર આ નિયંત્રણો લાગી પડતાં નથી.  

આ વર્ષે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી કેન્દ્ર સરકારે સ્થાનિક માંગને પહોંચી વળવા અને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા 1 જૂન, 2023થી ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદ્યા હતા. 1 જૂન, 2023 પછીની નિકાસને ખાસ પરવાનગી સાથે મંજૂરી આપવામાં આવી હતી.  

તહેવારોની સીઝન દરમિયાન ખાંડની કિંમતોમાં આવેલી તેજીના કારણે સરકારે ખાંડ એક્સપોર્ટ પર નિયંત્રણો જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. નોટિફિકેશનમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, અન્ય તમામ બાબતો અને નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. માત્ર રો શુગર, રિફાઈન્ડ શુગર, વ્હાઈટ સુગર અને ઓર્ગેનિક શુગરના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.  

ખાંડના ભાવમાં આવેલા તાજેતરના ઉછાળા બાદ સરકારે ખાંડ કંપનીઓને 12 ઓક્ટોબર સુધીમાં ઉત્પાદન, ડિસ્પેચ, ડીલર, રિટેલર અને વેચાણનો સંપૂર્ણ ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. જો એવું કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી સરકારે ખાંડ મિલોને 10 નવેમ્બર સુધીમાં NSWS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે પણ કહ્યું હતું. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના તાજેતરના અહેવાલ ખાંડના ગ્લોબલ ભાવ સપ્ટેમ્બર મહિનામાં  13 વર્ષમાં સૌથી વધુ છે. સંગઠનનું કહેવું છે કે ભારત અને થાઈલેન્ડમાં અલ નીનોના કારણે શેરડીના પાકને પણ અસર થઈ હતી જેની અસર ખાંડની કિંમતો પર દેખાઈ રહી છે. 

LEAVE A REPLY

eleven + twenty =