મુંબઈમાં ગુરુકુલ સ્કૂલ ઓફ આર્ટના વિદ્યાર્થીઓએ સાન્ટા ક્લોસના રૂપમાં સેલિબ્રેટ ક્રિસમસ વીથ કેરનો સંદેશ આપતા પેઇન્ટિંગ તૈયાર કર્યા હતા. (ANI Photo)

ભારતમાં 22 ડિસેમ્બર સુધીમાં 14 રાજ્યોમાં ઓમિક્રોન વેરિયન્ટ ફેલાયો છે અને તેના કેસની સંખ્યા વધીને 220 થઈ હતી.મહરાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના નવા 11 કેસ સામે આવ્યા હતા

ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવ્યું હતું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ત્રણ ગણો વધારે ઝડપથી ફેલાય છે અને એટલે જ સ્થાનિક તેમજ જિલ્લા સ્તર પર આકરા નિયંત્રણોની જરુર છે.ખાસ કરીને જાહેર સભાઓ, લગ્નો તેમજ અંતિમ સંસ્કાર જેવા પ્રસંગોમાં લોકોની સંખ્યા ઓછી કરવાની જરુર છે. બીજી તરફ આવતીકાલે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના અધિકારીઓ સાથે કોરોનાના મુદ્દે ચર્ચા કરવા માટે એક બેઠક પણ બોલાવી છે.