પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત સરકારે ધોરણ 10 તથા 12ની બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો મંગળવાર, 22 ડિસેમ્બરે નિર્ણય કર્યો હતો..તેનાથી હવે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચને બદલે 28 માર્ચથી શરૂ થશે. સ્કૂલોમાં ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.સરકારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વધુ સારી તૈયારી કરી શકે તે માટે પરીક્ષા બે સપ્તાહ પાછી ઠેલવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી હતી કે રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે.