એશિયા કપની સુપર ફોરની બીજી મેચમાં મંગળવારે ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવી રોમાંચક મુકાબલામાં વિજય સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
ભારતે પહેલા બેટિંગ કરતાં 213 રન કર્યા હતા.તેના જવાબમાં શ્રીલંકાએ પણ બરાબરની ટક્કર આપી હતી, પણ આખરે તે 172 રનમાં ઓલઆઉટ થયું હતું.
ભારતના વિજયમાં આજે પણ બોલર્સ અને ખાસ કરીને કુલદીપ યાદવની મુખ્ય ભૂમિકા રહી હતી. તેણે 43 રનમાં ચાર વિકેટ અને ખાસ તો મહત્ત્વની છેલ્લી બે વિકેટ લીધી હતી.

LEAVE A REPLY