પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાએ પ્રતિબંધો હળવા કર્યા પછી ભારતીય રિફાઇનર્સે વચેટિયાઓ દ્વારા વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની ખરીદી ફરી શરૂ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સીધી ખરીદી માટે આ દક્ષિણ અમેરિકન દેશની સરકારી કંપની PDVSAના અધિકારીઓ સાથે બેઠક યોજશે. રિલાયન્સ એક સમયે PDVSAની બીજા ક્રમની સૌથી ક્રૂડ હતી અને બદલામાં વેનેઝુએલાને ઇંધણનું મહત્વનું સપ્લાયર હતી.

અમેરિકાએ ઓક્ટોબરમાં હંગામી ધોરણે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધો ઉઠાવી લીધાં હતાં. આ પછી વચેટિયા અને ટ્રેડર્સ મારફત ક્રૂડ ઓઇલ અને ફ્યુઅલના સ્પોટ સેલમાં વેચાણ વધારો થયો છે. પરંતુ વેનેઝુએલાના ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અસ્થિર રહ્યું છે, જે તે નિકાસ માટે શું ઓફર કરી શકે છે તેને મર્યાદિત કરે છે.

ભારતે છેલ્લે 2020માં વેનેઝુએલાના ક્રૂડની આયાત કરી હતી. વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલથી ભારત તેના આયાત ખર્ચમાં ઘટાડો કરી શકે છે. ભારત હાલમાં મધ્યપૂર્વ પરના અવલંબનમાં ઘટાડો કરીને રશિયાના ક્રૂડ ઓઇલની મોટાપાયે આયાત કરી રહ્યું છે.

ત્રણ ભારતીય રિફાઇનર્સે ફેબ્રુઆરી ડિલિવરી માટે વેનેઝુએલાના ક્રૂડના લગભગ 4 મિલિયન બેરલની ખરીદી કરી હતી. તેમાંથી ટ્રેડિંગ હાઉસ વિટોલે ઇન્ડિયન ઓઇલને 1.5 મિલિયન બેરલ અને HPCL-મિત્તલ એનર્જી (HMEL)ને 500,000 બેરલ ક્રૂડ ઓઇલનું વેચાણ કર્યું હતું. એચપીસીએલ-મિત્તલ એનર્જી સરકારી કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ અને મિત્તલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનું સંયુક્ત સાહસ છે

વેનેઝુએલાના ડેપ્યુટી ઓઇલ મિનિસ્ટરે ગયા મહિને જણાવ્યું હતું કે, દક્ષિણ અમેરિકાનો દેશ લગભગ 850,000 બેરલ પ્રતિ દિવસ (bpd) ક્રૂડનું ઉત્પાદન કરી રહ્યો છે અને ટૂંક સમયમાં 1 મિલિયન bpd સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે.

LEAVE A REPLY

4 × five =