(Photo by STR/AFP via Getty Images)
1990ના દસકામાં અભિનેતા ગોવિંદા અને ફિલ્મ દિગ્દર્શક ડેવિડ ધવનની જોડીએ બોલીવૂડમાં ધૂમ મચાવી હતી પછી તેમના વચ્ચે વર્ષોથી અબોલા હતા. તેઓ એકબીજા સાથે વાત કરવા કે નામ લેવા પણ તૈયાર ન હતા. જોકે, હવે સમયની સાથે પરિસ્થિતિ પણ બદલાઇ છે.
હવે 20-22 વર્ષ પછી તે બંને તાજેતરમાં જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. થોડા દિવસ અગાઉ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં તેઓ ભેગા થયા હતા. આ ઉપરાંત અન્ય એક પાર્ટીમાં તે બંને સાથે હતા. આ સંદર્ભે ગોવિંદાએ જાહેરાત કરી હતી કે, તેઓ ફરી એક વાર સાથે છે અને હવે ભૂતકાળની કડવી વાતોને યાદ રાખવા ઇચ્છતા નથી.
અગાઉ તે બંનેની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી હતી પરંત તેમની વચ્ચે વિવાદ થયા પછી તેઓ સાથે કામ કરતા ન હતા. આ સમયગાળા દરમિયાન ગોવિંદાની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હતી અને તેનો દબદબો પણ ઘટ્યો હતો. ડેવિડ ધવનની ફિલ્મો પણ ફ્લોપ રહી હતી. ધવને તેના પુત્ર વરુણ ધવનને હીરો બનાવવા માટે કેટલીક ફિલ્મો બનાવી હતી, પરંતુ અગાઉ જેવી સફળતા મળી નહોતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગોવિંદા અને ધવને એકબીજા ક્યારેય સાથે કામ નહીં કરવાના સોગંદ લીધા હતા. બે દાયકા સુધી તેઓ પોતાની જિદ પર અડગ રહ્યા હતા. બીજી તરફ ફિલ્મ રસીકો પણ ઇચ્છતા હતા કે, તેમણે ફરીથી સાથે કામ કરવું જોઈએ.
હવે ગોવિંદાએ ચાહકોની આ લાગણી બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેમની વચ્ચે સમાધાન થઈ ગયું છે અને બીજી વખત તેમણે સાથે પાર્ટી એન્જોય કરી છે. ભૂતકાળના દિવસોની કડવી વાતોને યાદ કરવાના બદલે હવે આગળ વધવું છે. સાથે ફિલ્મ કરવા સંદર્ભે ગોવિંદાએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર જૂની યાદો અને સારા સંબંધો માણી રહ્યા છે. સાથે ફિલ્મ કરવાનો વિચાર હજુ કર્યો નથી

LEAVE A REPLY

1 × two =