(Photo by Gareth Copley/Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસ માટેની ત્રણે ફોર્મેટની સાઉથ આફ્રિકાની ટીમની જાહેરાત સોમવારે (ચોથી ડીસેમ્બર) કરવામાં આવી હતી, જેમાં ટેમ્બા બાવુમાનો નબળા ફોર્મના કારણે વન-ડે તેમજ ટી-20માં સમાવેશ કરાયો નથી, તે ફક્ત ટેસ્ટ મેચ રમશે. ટી-20 અને વન-ડે ટીમના સુકાનીપદે એડન માર્કરમ રહેશે.

પ્રવાસની શરૂઆત ટી-20 સિરીઝથી થશે, પ્રથમ મેચ 10મી ડીસેમ્બરે ડરબનમાં રમાશે. ટી-20 ટીમમાં નવા અને જુના એમ બંને ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

ટી-20 સીરીઝની ટીમઃ એડન માર્કરમ (સુકાની), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેટ્ઝકે, નાન્દ્રે બર્જર, જેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એન્ડીલ પેહલુકવાયો, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ અને લિઝાદ વિલિયમ્સ

વન-ડે સીરીઝની ટીમઃ એડન માર્કરમ (સુકાની), ઓટનીલ બાર્ટમેન, નાન્દ્રે બર્જર, ટોની ડી ઝોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહલાલી મપોન્ગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલ પેહલુકવાયો, તબરેઝ શમ્સી, રાસી વાન ડર ડુસેન, કાઈલ વેરિન અને લિઝાદ વિલિયમ્સ.

ટેસ્ટ સીરીઝની ટીમઃ ટેમ્બા બાવુમા (સુકાની), ડીન એલ્ગર, એડન માર્કરમ, ડી ઝોર્ઝી, કીગન પીટરસન, કાઈલ વેરેની (વિકેટ કીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, વિયામ મુલ્ડર, માર્કો યેન્સન, નાન્દ્રે બર્જર, જેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, લુંગી એનગીડી અને કેશવ મહારાજ

LEAVE A REPLY

12 + 18 =