સંયુક્ત અરબ અમિરાત (યુએઈ)માં આવતા મહિને રમાનારી એશિયા કપ 2025 ટી-20 માટેની ભારતીય ક્રિકેટ ટીમના સુકાનીપદે સૂર્યકુમાર યાદવ યથાવત રહે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ મંગળવારે (19 ઓગસ્ટ) બપોરે ટીમની જાહેરાત કરી હતી, જેમાં યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐયરની પસંદગી નહીં થયાની હકિકત થોડી ચોંકાવનારી હતી.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ટીમમાં સમાવેશ કરાયો છે, તો તેના સાથી ફાસ્ટ બોલર્સ તરીકે હર્ષિત રાણા, અર્શદીપ સિંઘ તથા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રહેશે. વિકેટકીપર તરીકે પણ જિતેશ શર્મા પ્રથમ પસંદગી જણાય છે, તો સંજુ સેમસનનો પણ 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો છે. પાંચ ખેલાડીઓની સ્ટેન્ડ બાય તરીકે પસંદગી કરાઈ છે.
આશ્ચર્યજનક રીતે ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને અક્ષર પટેલની જગ્યાએ ટૂંકા ફોર્મેટમાં ટીમના વાઇસ-કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી છે.
પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં BCCI મુખ્યાલય ખાતે યોજાઈ હતી. શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન મળ્યું નથી. શુભમન ગિલને ટીમના ઉપ-કપ્તાન તરીકે બઢતી મળવાથી મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સુકાની સૂર્યકુમાર યાદવ માટે એક અનોખો પડકાર ઉભો થયો છે, કારણ કે આ બેટ્સમેન પ્લેઇંગ ઇલેવનમાં ચોક્કસ સ્થાન મેળવશે. આવી સ્થિતિમાં, સંજુ સેમસનના બેટિંગ ક્રમ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થાય છે.
T20 વર્લ્ડ કપ 2024 પછી, સેમસન અને અભિષેક શર્માએ T20Iમાં ભારત માટે ઓપનિંગ કરી હતી અને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. પરંતુ હવે અભિષેક ગિલ ઓપનિંગમાં બેટિંગ કરે તેવી શક્યતા છે. રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.
એશિયા કપ-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જ્યારે ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબુ ધાબી અને દુબઈમાં ટી20 ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમ
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન ), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (WK), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (WK), હર્ષિત સિંહ રાણા, આર.
