ઈંગ્લેન્ડમાં હવે ક્રિકેટ ટુર્નામેન્ટ ‘ધી હન્ડ્રેડ’નું £520 મિલિયનનું રોકાણ પ્રાયોજકોને પ્રીમિયર લીગ સામે મજબૂત સ્પર્ધા માટે સ્પોન્સર્સ આકર્ષવામાં મદદ કરશે. કેપી સ્નેક્સની તમામ ટીમો માટેની વર્તમાન વ્યવસ્થા હવે કદાચ ખાસ આકર્ષક રહે નહીં તેવું બની શકે છે કારણ કે વ્યવસાયિક રીતે વધુ સજ્જ નવા હિતધારકો નવા વૈશ્વિક બ્રાન્ડ પાર્ટનર્સને પ્રોત્સાહન આપી શકે છે.
આ વર્ષે આ કંપનીએ ઇંગ્લેન્ડની ટીમની વધારાની ભાગીદારી પ્રાપ્ત કરી હતી પરંતુ આ વાતે કોઇ સમર્થન પ્રાપ્ત થઇ શક્યું નથી કે કંપનીની ‘ધ હન્ડ્રેડ’ની ટીમ્સની સ્પોન્સરશિપ 2026માં પણ ચાલુ રહેશે. કેપીની સમગ્ર હન્ડ્રેડ ડીલનું મૂલ્ય વાર્ષિક £ચાર મિલિયન હતું જે નાની ટોપ ટાયર ઇંગ્લિશ ફૂટબોલ ટીમોના £10 મિલિયન કરતા ઓછું છે. માત્ર શર્ટ ડીલ નહીં પરંતુ તમામ સ્પોનસરશિપ તકોની વાત કરતા રીન ગ્રુપના યુરોપિયન ઓપરેશન્સના વડા જેસન શ્રેટરના મતે ટીમોએ હવે પોતાના માટે મોટા વ્યવસાયિક ભાગીદારોની અપેક્ષા સાથે નજર દોડાવવી જોઇએ. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં સંખ્યાબંધ સ્પોન્સરશિપ સ્થાનિક છે.
હજુ સપ્તાહ પહેલા જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કન્ફર્મ કર્યુ હતું કે આઠ પૈકીની છ ટીમોની ડીલ પૂરી થઇ ગઇ છે. ઓવલ ઇનવિન્સિબલ્સ અને ટ્રેન્ટ રોકેટ્સમાં હિસ્સેદારીની ડીલ સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી થઇ જશે. આ બે ટીમમાં રોકાણ કરનારા ભારતના અંબાણી પરિવાર અને કેઇન ઇન્ટરનેશનલ છે. અંબાણી પરિવાર ઈન્ડિયામાં આઈપીએલની મુંબઇ ઇન્ડિયન્સ ટીમની માલિકી ધરાવે છે જ્યારે કેઇન ઇન્ટરનેશનલ ચેલ્સિયાના સંયુક્ત માલિક ટોડ બોહેલીનું સાહસ છે.
