(PTI Photo)

દસ મજુર મંડળો ઉપરાંત કેન્દ્રીય કર્મચારી સંગઠનો- વિદ્યાર્થી તથા ખેડુત સંગઠનો દ્વારા અપાયેલા હડતાળના એલાનને જોરદાર પ્રતિસાદ સાંપડયો છે. બેંકો, વીમા કંપનીઓ, કેન્દ સરકારની કચેરીઓ વગેરેમાં કામગીરી ખોરવાઈ ગઈ છે. પશ્ર્ચીમ બંગાળ સહિતના રાજયોમાં પરિવહનને પણ અસર થઈ છે. દેશભરમાં 25 કરોડ કામદારો-કર્મચારીઓ હડતાળમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય મહા હડતાળમાં બેંક કર્મચારી-અધિકારી યુનિયનો પણ જોડાયા છે. પરિણામે મોટાભાગની સરકારી બેંકોમાં નાણાંકીય વ્યવહારો ખોરવાઈ ગયા છે. નાણાં ઉપાડ જમા કરાવવા, ચેક કલીયરીંગ સહિતની કામગીરીઓને અસર થઈ છે. કરોડો-અબજો રૂપિયાનાવ્યવહારો અટવાયા છે. બેંક કર્મચારી યુનિયનો દ્વારા દરેક જીલ્લા કક્ષાએ ધરણા-રેલી-સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. જો કે, ખાનગી બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા નથી.

બેંકિંગ ઉપરાંત પરિવહન જેવી અન્ય સેવાઓને વ્યાપક અસર છે. કેન્દ્ર સરકારની લોકવિરોધી આર્થિક નીતિ સહિતના મામલે કામદાર યુનિયનોની હડતાળને ડાબેરી સહિતના પક્ષોએ સમર્થન આપ્યુ છે. હડતાળ રોકવા માટે ગત બીજી જાન્યુઆરીએ સરકારે બેઠક રાખી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યુ ન હતું.

આ હડતાળમાં આવકવેરા, વીમા કંપનીઓ કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. સરકારે હડતાળ પર જનારા કર્મચારીઓના પગાર કાપવાની ચેતવણી આપી હોવા છતાં તેઓ અડગ રહ્યા હતા.

10 મજુર સંગઠનો, બેંક આવકવેરા, વીમા કંપનીઓના કર્મચારી યુનિયનો ઉપરાંત 60 વિદ્યાર્થી યુનિયનો તથા યુનિવર્સિટીના હોદેદારો પણ હડતાળમાં સામેલ થયા છે. શિક્ષણ સંસ્થાઓમાં ફી વધારા તથા શિક્ષણના વ્યાપારીકરણનો મુદો ઉઠાવ્યો છે. પશ્ચિમ બંગાળ, કેરળ જેવા રાજયોમાં હડતાળની પરિવહન સેવાઓ ઉપર પણ વ્યાપક અસર થઈ છે. ઓરિસ્સામાં હડતાળને ધ્યાને રાખી દેવામાં આવી છે.