અમેરિકાના ટેક્સાસ રાજ્યની ડલાસની કોપેલ સ્કૂલ ગયા સપ્તાહે (11મે)એ ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી પર વંશિય હુમલા થયો હતો અને સજામાં પણ ભેદભાવ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ જ વીડિયોમાં શાન પ્રિતમણી નામના ભારતીય મૂળના વિદ્યાર્થી પર અમેરિકન વિદ્યાર્થી હુમલો કરતો જોવા મળે છે. તેણે લગભગ 4 મિનિટ સુધી તેનું ગળું દબાવી રાખ્યું. પરંતુ ભેદભાવ અહીં સમાપ્ત થયો ન હતો. વીડિયો વાયરલ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટે કરેલી કાર્યવાહીથી વધુ રોષ ફેલાયો હતો. વાસ્તવમાં, ભારતીય વિદ્યાર્થીને 3 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જ્યારે આરોપી અમેરિકન વિદ્યાર્થીને માત્ર 1 દિવસ માટે સસ્પેન્ડ થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ટેક્સાસની કોપેલ મિડલ સ્કૂલનો છે અને આ ઘટના લંચ દરમિયાન બને છે. આ વાયરલ વીડિયોમાં અમેરિકન સ્ટુડન્ટ ઊભેલો જોવા મળી રહ્યો છે. તે ખુરશી પર બેઠેલા ભારતીય મૂળના વિદ્યાર્થીને ઊભો થવા કહે છે, પરંતુ ભારતીય વિદ્યાર્થી ઊભો થવાનો ઇનકાર કરે છે. થોડા સમય પછી તેણે તેનું ગળું દબાવ્યું હતું, તે લાંબા સમય સુધી તેનું ગળું દબાવી રાખે છે. આરોપી અન્ય વિદ્યાર્થીઓના કહેવા પર ગરદન છોડી દે છે. વીડિયોમાં તમે જોશો કે ફરી એકવાર આરોપી વિદ્યાર્થી ભારતીય મૂળના વિદ્યાર્થીને ઉભા થવા માટે કહે છે. બંને વચ્ચે થોડી બોલાચાલી થાય છે. આ પછી ફરી આરોપીએ તેનું ગળું દબાવ્યું અને તેને ખેંચીને લઈ જવા લાગ્યો. તે ભારતીય વિદ્યાર્થીને ખુરશી પરથી ખેંચીને નીચે ફેંકી દે છે. તે તેને મુક્કાથી પણ મારવાનો પ્રયાસ કરે છે.

વિદ્યાર્થીની માતા સોનિકા કુકરેજાએ જણાવ્યું હતું કે તે ભયાનક હતું. હું સળંગ ત્રણ રાત્રી સુધી સુઈ શકી ન હતી. મારું ગળુ દબાવ્યું હોય તેવું લાગતું હતું. વીડિયો જોઇને હું રડવા લાગી હતી. વિદ્યાર્થીના માતાપિતા સોનિકા અને કમલેશ પ્રિતમણીએ જણાવ્યું હતું કે સત્તાવાળાએ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટને ત્રણ દિવસ સસ્પેન્ડ કરવાની આકરી સજા કરી છે, જ્યારે હુમલાખોરને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયો છે.